આચાર્યા સ્થાનેથી…..
શ્રીમતી કે. જી. સોલંકી પ્રા. કન્યા શાળા
શિક્ષણનો ઉદ્દેશ્ય છે કે બાળકનાં શૈક્ષણિક વિકાસ સાથે તેના વ્યક્તિત્વનો ભાવાત્મક ,બૌદ્ધિક ,અને આધ્યાત્મિક પાસા નો પણ વિકાસ થાય…એવો અમે KGS શાળા દ્રઢ પણે વિશ્વાસ ધરાવીએ છીએ.અમે અમારી વિદ્યાર્થીનીઓને internet,smart class…દ્વારા આધુનિક પદ્ધતિથી શિક્ષિત કરીએ છીએ,તો સાથે અદ્યતનપુસ્તકાલય ની સુવિધા દ્વારા વાંચનની આદત કેળવી આપણી સંસ્કૃતિ, સંસ્કાર ,અને પરંપરાઓ સાથે પણ જોડી રાખીએ છીએ.અમે દરેક વિદ્યાર્થિનીનું જીવન આનંદ અને ઉત્સાહમય બની રહે તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ.
સાંપ્રત સમયને ધ્યાનમાં લઈને વિશ્વમાં થઈ રહેલા ઝડપી આર્થિક, રાજકીય, સામાજિક, અને સાંસ્કૃતિક પરિવર્તનોના આધારે શાળાના અભ્યાસક્રમનેઅદ્યતન રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.જેનાથી વિદ્યાર્થીનીઓ તેના ભવિષ્યમાં આ સમસ્યાનો સામનો કરવા સક્ષમ બને. એમના ધોરણ પ્રમાણે ચાલતા અભ્યાસક્રમ ઉપરાંત….અમારી દરેક વિધાર્થીનીઓ જીવનનાં દરેક પડકારોનો અડીખમ રીતે સામનો કરી શકે તેવી શૈક્ષણિક રચના અમે અમારી શાળામાં કરેલ છે. તે માટે તેની સવારની પ્રાર્થનાથી લઈ અને વર્ગખંડમાં ચલાવતા અભ્યાસક્રમ દરમિયાન અમો સજાગ છીએ. વિધાર્થીનીઓ ને "શ્રીમદ્ ભગવદ ગીતા" નો નિરંતર જીવન લક્ષી અભ્યાસ કરાવીએ છીએ. આ ઉપરાંત વાસ્તવિક જીવન ના અનુભવ દ્વારા જ્ઞાન મેળવવા માટે શાળામાં સમયાંતરે સેમિનાર તથા વિવિધ સ્થળોની મુલાકાત પણ ગોઠવીએ છીએ. આ સાથે તેમના આંતરિક કૌશલ્યમાં વધારો થાય એ માટે વકતૃત્વ, કવિતા લેખન, સુલેખન ,હસ્તકલા ,ચિત્રકલા ,વૈદિક ગણિત, અને સામાન્ય જ્ઞાન પ્રશ્નોત્તરી વિ… અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓ પણ આયોજીત કરીએ છીએ.જૂથ ચર્ચાઓ અને અભ્યાસિક ફિલ્મ પ્રદર્શન દ્વારા પણ અમે વિદ્યાર્થીઓને વિશેષ જ્ઞાન અપાવીએ છીએ.
અમો શિક્ષણના માધ્યમથી અમારી દરેક વિદ્યાર્થિનીઓને તેમના સામાન્ય જીવન માંથી કૌશલ્ય સંપાદન તરફ દોરી જવા અને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે પ્રયત્નશીલ છીએ. કુદરતી સંસાધનોની જાળવણી, આર્થિક સુરક્ષા, ગ્લોબલ વોર્મિંગ, જેવા ગંભીર મુદ્દાઓ પ્રત્યે જાગૃતતા કેળવી અને વ્યક્તિગત, આરોગ્ય અને સ્વચ્છતા બાબતે ગંભીર દ્રષ્ટિકોણ કેળવતા શીખવીએ છીએ.
“આવો દિકરીઓ ને પાંખો આપીએ તેનુ આકાશ તે જાતે શોધી લેશે.. “
મારી દરેક વિદ્યાર્થીઓને ભવિષ્યની અઢળક શુભકામનાઓ સહ.
શ્રીમતી કે. જી. સોલંકી પ્રા. કન્યા શાળા- જુનાગઢ
આચાર્યા……શ્રી નીતાબેન દવે.