શ્રીમતી કે. જી. સોલંકી પ્રાથમિક કન્યા શાળા જુનાગઢ - પરીચય

શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રીમતી કડવી બેન ગોવાભાઇ સોલંકી.પ્રાથમિક કન્યા શાળા - જુનાગઢ અમારી આ સ્વનિર્ભર સંસ્થાની સ્થાપના ઈસ 1999 માં થયેલ છે. શાળાની શરૂઆતથી જ શાળામાં ઉચ્ચ પ્રાઇમરી ધોરણ 6,7,8 નો અભ્યાસક્રમ ગુજરાત સરકાર ના શૈક્ષણિક અભ્યાસક્રમ મુજબનો રહ્યો છે અને હાલ પણ સરકાર આધારિત NCERT મુજબનો અભ્યાસ કોર્સ શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત છે. સંસ્થાના સ્થાપન હેતુ માં ટ્રસ્ટીઓનું દૂરદર્શીપણું અને દીકરી ઓ નું સમાજમાં શિક્ષણ દ્વારા ઉચ્ચ સ્થાન બનાવવાની દ્રષ્ટિ રહેલી હતી. પ્રવર્તમાન સમયમાં શિક્ષણની પ્રાથમિકતાઓને તપાસતા મુખ્ય વિષયો જેવા કે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી ઉપર વિવિધ કાર્ય પદ્ધતિ દ્વારા કામ કરવામાં આવે છે. શાળામાં અતિ આધુનિક સુવિધાઓ જેવી કે સ્માર્ટ ક્લાસ, પ્રોજેક્ટર, કમ્પ્યુટર લેબ, ચાર્ટ ,પ્રોજેક્ટ ,પ્રત્યક્ષ મુલાકાતો ,માર્ગદર્શક સેમિનાર, તેમજ ટોપ સ્કોરર ના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. સાથે સાથે વૈદિક ગણિત,સ્પોકન ઇંગલિશ,તથા શ્રીમદ્ ભગવદગીતા જેવા પુસ્તકોનો સંદર્ભ પુસ્તકો તરીકે ઉપયોગ કરવામાં આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં પ્રાથમિક શિક્ષણ એ ઈમારતના પાયા સમાન ગણાય છે. સમાજનાં ઉચ્ચ દરજ્જા અને આર્થિક ક્ષમતા ધરાવતા વ્યક્તિથી લઈ અને નાનામાં નાના માણસ સુધી દરેક કક્ષાના વ્યક્તિ અમારી સંસ્થાના લાભાર્થી બની શકે તેવું સરળ અમારું સંસ્થાકીય માળખું છે. અમો તૈયાર છીએ અમારી તમામ વિધાર્થીની ઓ માટે… શિક્ષણના પહેલા પગથિયે થી જ શિક્ષણ અને સર્વાંગી વિકાસ સહિત જીવન ઘડતર કરી ભારતના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે…

અમારું ધ્યેય

  • દિકરીઓમા બાલ્યાવસ્થાથી જ શિક્ષણ પ્રત્યે રસ અને રુચિ કેળવવી.
  • ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં દિકરી ઓ માટે પાયાના ધોરણથી મૂલ્યવર્તી શિક્ષણ આપવું.
  • શિક્ષણ સાથે શિસ્ત,રાષ્ટ્રપ્રેમ,અને સ્વાશ્રયી જીવન જેવા ગુણોનું નિર્માણ કરવું.
  • શિક્ષણ એ સમાજનું એવું ક્ષેત્ર છે કે જ્યાં કાર્યરત કર્મચારીએ મશીન સાથે નહીં પરંતુ જીવંત માનવી સાથે કામ કરવાનું છે આથી તમામ બાળકની શિક્ષણની ક્ષમતાઓ સમજણની શક્તિઓ તેમજ તેમની રસ અને રુચિને ધ્યાનમાં લઇ શિક્ષણ અપાય છે.

સંસ્થાનું કેન્દ્રવર્તી ધ્યેય સમાજમાં શિક્ષણનું સ્થાન મજબૂત બનાવવાનું છે. અમારા તમામ વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજીથી માહિતગાર થાય અને વર્તમાન ક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે, તે માટે અમો સતત પ્રયત્નશીલ હોઈએ છીએ. પરંતુ આ સાથે ઇન્ટરનેટના માધ્યમથી સરળ રીતે પ્રાપ્ત બનતું શિક્ષણ અમારા વિદ્યાર્થીના વિકાસમાં અડચણરૂપ ન બની રહે તે માટે પણ અમે જાગૃત છીએ. આથી અમારી શિક્ષણ ની કાર્યશૈલી પ્રત્યક્ષ શિક્ષણ ઉપર વધારે ગુણભાર આપતી પદ્ધતિઓ દ્વારા ઘડવામાં આવેલી છે. બાલ્યાવસ્થામાં શિક્ષણ દ્વારા કેળવવામાં આવેલા સંસ્કાર, સદ્ વિચાર અને સમજણ થી જ સુદ્રઢ વ્યકિતત્વ નું નિર્માણ થતું હોય છે.દીકરીઓનો અભ્યાસ સાથે સાથે જ અનુશાસિત સર્વાંગી વિકાસ એ અમારી સંસ્થાનું મુખ્ય ધ્યેય છે.

અમારાં હેતુ

શિક્ષણના ક્ષેત્રમાં આવતા દરેક નવા પરિવર્તનોથી લઈ અને તમામ સરકારી આયોજનને અનુસરી સંસ્થા ને શૈક્ષણિક સ્તર પર ઉચ્ચતમ સ્થાન પર પહોંચાડવી એ અમારૂ ઘ્યેય છે. આ સાથે સમાજની દરેક દિકરીઓને પાયા થી જ ગુણવત્તા ભર્યું સર્વાંગી શિક્ષણ મળી રહે એ માટે હર હંમેશ તત્પર છીએ.

અમારી ખાસિયતો

  • શાળાના પ્રાંગણમાં વિશાળ મેદાન
  • શ્રેષ્ઠ અભ્યાસિક આયોજન
  • ઉત્તમ સુવિધા યુક્ત હોસ્ટેલ
  • અલગ અલગ વિષયોના 5,000 થી પણ વધારે પુસ્તકો ધરાવતું પુસ્તકાલય
  • સરકારશ્રીએ નક્કી કરેલ લાયકાત મુજબનો શૈક્ષણિક સ્ટાફ
  • વિશાળ હવા ઉજાસ વાળા વર્ગખંડ
  • કોમ્પ્યુટર લેબ
  • મલ્ટીમીડિયા ક્લાસરૂમ ઇન્ટરનેટ સાથે
  • સમયાંતરે શૈક્ષણિક પ્રવાસો
  • ટ્રાન્સપોર્ટ ની સુવિધા
  • મહિનામાં બે અભ્યાસ ઉત્તેજક પ્રવૃત્તિઓ
  • વિજેતાઓને ઇનામ અને સર્ટિફિકેટ
  • સાંસ્કૃતિક કાર્યક્રમ
  • તહેવારોની ઉજવણી
  • સત્રાંત અઠવાડિક ટેસ્ટ નું આયોજન
  • ઓગસ્ટ અને જાન્યુઆરીમાં બે પ્રોગ્રેસ રિપોર્ટ પરિક્ષા
  • સતત વાલી નો સંપર્ક અને સમયાંતરે વાલી મીટીંગ