Our Infrastructure
કમ્પ્યુટર લેબ
અમારી સંસ્થામાં દરેક વિદ્યાર્થી વ્યક્તિગત રીતે પોતાના અભ્યાસક્રમ અનુસાર કોમ્પ્યુટર પર બેસી અને પ્રેક્ટિસ કરી શકે તેવી વિશાળ કમ્પ્યુટર સિસ્ટમ ધરાવતી કમ્પ્યુટર લેબ છે. કમ્પ્યુટર લેબ માં પણ વર્ગ ખંડ જેવી જ બોર્ડ સુવિદ્યા છે જેથી અભ્યાસક્રમને બોર્ડ દ્વારા સમજાવી અને પ્રેક્ટીકલ કરાવી શકાય. લેબ માટે વિશાળ ખંડ ની વ્યવસ્થા છે જેથી વિદ્યાર્થીઓને વાતાનુકૂલન જળવાઈ રહે.
મલ્ટીમીડિયા હૉલ
અમારા દરેક વિદ્યાર્થીઓને અતિ આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે સંસ્થાના મલ્ટીમીડિયા હોલની પણ સુવિધા છે જેમાં દરેક ધોરણમાં જે તે અભ્યાસક્રમ મુજબના વિષયોમાં " Navneet top scorer " અભ્યાસ કરવામાં આવે છે આ સાથે જ ઇન્ટરનેટના માધ્યમથી દરેક વિદ્યાર્થીઓને સાંપ્રત સમયની અભ્યાસની નવીનતમ માહિતીઓ પણ મળતી રહે છે.
પુસ્તકાલય
અમારી સંસ્થામાં શાળાકીય અભ્યાસક્રમ સાથે વિદ્યાર્થીનીઓનો વૈચારિક અને સાહિત્યિક વિકાસ થઈ શકે એવું બાળ સાહિત્ય ધરાવતું વિશાળ પુસ્તકાલય છે.જેમાં દરરોજ આવતા દૈનિક પત્રો, અભ્યાસિક તેમજ બાળ સાહિત્યના મેગેઝીનો, તથા 5,000 થી પણ વધારે પુસ્તકોનો સમાવેશ થાય છે. ગુજરાત સરકાર શ્રી દ્વારા સંચાલિત કાર્યક્રમ ‘વાંચે ગુજરાત’માં અમારી સંસ્થાની ત્રણ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ વિજેતા બનેલ હતી.
ઓડિટોરિયમ
સંસ્થામાં દરેક તહેવાર તેમજ પ્રસંગોચિત કાર્યક્રમો કરવા માટે વિશાળ ઓડિટોરિયમ ની વ્યવસ્થા પણ છે.જેમાં અંદાજિત 500 થી વધારે વિદ્યાર્થીઓનો સરળતાથી સમાવેશ થઈ શકે છે. ઓડિટોરિયમ નો હોલ સંપૂર્ણ હવા -ઉજાસવાળો છેજેથી વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે.
વિશાળ રમત નું મેદાન
અમારી જ સંસ્થામાં વિદ્યાર્થીઓના શારીરિક તેમજ માનસિક વિકાસ માટે દરેક પ્રકારની આઉટડોર રમતો રમી શકાય તેવું વિશાળ રમતનું મેદાન છે, તેમજ દરેક રમતના સાધનો પણ ઉપલબ્ધ છે.
એક્સ્ટ્રા ક્લાસીસ
અમુક ચોક્કસ વિષયમાં નબળા વિદ્યાર્થીઓ માટે શાળામાં એક્સ્ટ્રા ક્લાસનું પણ આયોજન કરવામાં આવે છે જેના દ્વારા દરેક વિદ્યાર્થીને તેને સમજાય તેવી પદ્ધતિથી વિષય જ્ઞાન આપી અને વર્ગના અન્ય વિદ્યાર્થીઓ સાથે સમાંતર સ્તર સુધી પહોંચાડી શકાય જેની જાણકારી સતત વાલી ના સંપર્ક માધ્યમથી તેમને પણ મળતી રહે છે.
શૈક્ષણિક પ્રવાસ
વિદ્યાર્થીઓના આંતરિક અને બાહ્ય વિકાસ માટે તેમને વ્યવહારિક જ્ઞાન પૂરતાં પ્રમાણ માં મળી રહે તે માટે સંસ્થા દ્વારા અભ્યાસિક વર્ષ દરમિયાન શૈક્ષણિક પ્રવાસનું આયોજન પણ કરવામાં આવે છે.જેમાં તેમના અભ્યાસક્રમમાં આવતા સ્થળનો જ સમાવેશ કરી શકાય તેવી પ્રાથમિકતા હોય છે.
સેમિનાર /વિઝીટ
સંસ્થામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોને આમંત્રિત કરી અને વિદ્યાર્થીઓને વિશેષ જ્ઞાન આપવામાં આવે છે. રસોઈ થી લઈ અને બેંક સુધી… તેમજ પોલીસથી લઈ અને મનોચિકિત્સક સુધી ના નિષ્ણાંત વ્યક્તિઓને બોલાવી ને સમયાતંરે સંસ્થામાં સેમિનારનું આયોજન કરવામાં આવે છે.આધુનિક સમયમાં વિદ્યાર્થીઓને પુસ્તક ઉપરાંત વ્યવહારુ જ્ઞાન આપવા માટે સંસ્થા દ્વારા બેંક,રેલવે સ્ટેશન,મ્યુઝિયમ વિગેરે જેવા સ્થળોની પ્રત્યક્ષ મુલાકાતો પણ સમયાંતરે થતી હોય છે.