Toppers of GNC

(Result)
શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ જુનાગઢ સંચાલિત એસ.ઈ.ટી. સ્કૂલ ઓફ નર્સિંગની વિદ્યાર્થિનીઓએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલની પરીક્ષામાં રાજ્યસ્તરે મેદાન માર્યું

જૂનાગઢ: શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ, જૂનાગઢ સંચાલિત એસ.ઈ.ટી. સ્કૂલ ઓફ નર્સિંગ (SET School of Nursing) ની વિદ્યાર્થિનીઓએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા સપ્ટેમ્બર-૨૦૨૫માં લેવાયેલી રાજ્યસ્તરની પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી સંસ્થા, જૂનાગઢ શહેર અને પરિવારનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પોર્ટલ પર જાહેર થયેલી 'હાયેસ્ટ ૫૦' (Highest 50) ની યાદીમાં સંસ્થાની ત્રણ તેજસ્વી વિદ્યાર્થિનીઓએ સમગ્ર ગુજરાતમાં ટોપ-૧૦ ક્રમાંકમાં સ્થાન મેળવી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે.

રાજ્યસ્તરે ઝળહળતા સિતારાઓની વિગત:

વાળા રિંપલ જાદવભાઈ.: પ્રથમ વર્ષ ANM (FY ANM) ની પરીક્ષામાં કુલ ૬૭૭૦ વિદ્યાર્થીઓમાંથી સમગ્ર ગુજરાતમાં બીજો (૨જો) ક્રમ પ્રાપ્ત કર્યો છે.

લોલાડીયા વિશાખા પિન્ટુભાઈ.: પ્રથમ વર્ષ GNM (FY GNM) ની પરીક્ષામાં ૧૯૮૮૮ વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા કરી સમગ્ર ગુજરાતમાં છઠ્ઠો (૬ઠ્ઠો) ક્રમ મેળવ્યો છે.

બંધિયા ઉર્મિલા બાબુભાઈ.: દ્વિતીય વર્ષ GNM (SY GNM) ની પરીક્ષામાં ૩૭૫૨૨ વિદ્યાર્થીઓમાંથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર ગુજરાતમાં સાતમો (૭મો) ક્રમ હાંસલ કર્યો છે.

આ અભૂતપૂર્વ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ શ્રી નટુભાઈ ભાટુ, ઉપપ્રમુખ શ્રી ભગવાનભાઈ બારડ, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી લક્ષ્મણભાઈ પીઠિયા તથા તમામ ટ્રસ્ટીશ્રીઓ, ડાયરેક્ટરશ્રી, પ્રિન્સિપાલશ્રી અને નર્સિંગ સ્ટાફ મેમ્બર્સ દ્વારા તમામ તેજસ્વી વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી આરતી જી. મિશ્રાએ આ તકે જણાવ્યું હતું કે, "ટ્રસ્ટીગણનો સતત સાથ-સહકાર, વિદ્યાર્થિનીઓની અથાક મહેનત અને ફેકલ્ટીના યોગ્ય માર્ગદર્શનના ત્રિવેણી સંગમથી આજે એસ.ઈ.ટી. સ્કૂલ ઓફ નર્સિંગે શિક્ષણ ક્ષેત્રે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે."

આ ભવ્ય સફળતા બદલ નર્સિંગ ક્ષેત્રના અગ્રણીઓ  અને વાલીઓ તરફથી વિદ્યાર્થિનીઓ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.